આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

22 જૂન 2014

આવકાર

નમસ્કાર,
             મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી.
              આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.
મિત્રો મારો જૂનો બ્લોગ okanha.wordpress.com હાલ બંધ છે. તેની જગ્યાએ હવે માત્ર omarmik.blogspot.com પર તાજી પોસ્ટ - અપડેટ મૂકવામાં આવે છે. જેની નોંધ લેવી.
              આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા...

જે તે પેજ પર જવા માટે પેજના નામ પર ક્લિક કરો.


ભરત એલ. ચૌહાણ (ઓ-કાન્હા)
આચાર્ય, ગુંજાર પ્રાથમિક શાળા,
તા.ધંધુકા, જિ.અમદાવાદ
Email : okanha18@gmail.com

38 ટિપ્પણીઓ:

 1. Wah bharatbhai khub saras kam chhe tmaru...mind blowing...wonderful...salute to u..

  જવાબ આપોકાઢી નાખો
 2. આપના બ્લોગ ઉપર ખુબ જ ઉપયોગી, રોચક, વસાવવા જેવી પીડીએફ, ડાઉનલોડ કરવા જેવી એક્સેલ અને પીપીટી ફાઈલો અમને મળી. જે બદલ ખુબ આભાર!

  જવાબ આપોકાઢી નાખો
 3. વધે તમારી નામના એ જ અમારી શુભકામનાઓ..

  જવાબ આપોકાઢી નાખો
 4. ભરતભાઇ, મારે મારો પોતાનો બ્લોગ કેવી રીતે બનાવવો તે કહેશો.
  મયુર આહિર (બી.આર.પી. ગણિત-વિજ્ઞાન)

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. અમદાવાદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં બ્લોગસ્પોટમાં બ્લોગ કેવી રીતે બનાવવો તેનું મોડ્યુલ આપેલું છે તેમાંથી જોઈ જાતે બનાવી શકશો.

   કાઢી નાખો
  2. આપના બ્લોગ મા% વિડિયો ડાઉન લોડ માટે કેવી રીતે કર્યુ છે તેની માહિતી આપશો.. આમારે વિડિયો ડાઉન લોડ માટે આપના જેમ મૂકવા છે. ધન્યવાદ

   કાઢી નાખો
  3. બહુ સરસ ,મેં મારા બ્લોગ માટે પણ તમારી લિંક જોડી છે.મને ઘણું બધું જાણવા મળ્યું તે બદલ આપ નો આભાર...

   કાઢી નાખો
  4. બહુ સરસ ,મેં મારા બ્લોગ માટે પણ તમારી લિંક જોડી છે.મને ઘણું બધું જાણવા મળ્યું તે બદલ આપ નો આભાર...

   કાઢી નાખો
 5. ખૂબજ સરસ. ગુજરાતી તરીકે ગૌરવ અનુભવુ છું, આપ આ રીતે સમસ્ત ગુજરાતી જનતાને મદદરુપ થઇ શકો એવી શુભ કામનાઓ

  જવાબ આપોકાઢી નાખો
 6. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 7. https://aklathiya.wordpress.com/2016/04/09/શબ્દપ્રીત/

  જવાબ આપોકાઢી નાખો
 8. ખૂબ જ સરસ મહેનતથી માહિતી એકઠી કરીને પ્રકાશિત કરેલ છે. અભિનંદન....... આવું જ કાર્ય દરેક પ્રાથમિક શાળાઓમાં થાય તો કદાચ ગુજરાતનો-દેશનો વિકાસ બુલેટ ગતિએ થાય.

  જવાબ આપોકાઢી નાખો
 9. BHARATBHAI CHAUHAN TAME JE KARY KARO SO TE TAMAM GUJARATI YUVANO NE MADAD RUP THAY TEVU SE JO DAREK STUDENT AMATHI MAHITI MELAVI EXAM APE TO TE KYAYEY FAIL NA THAY TETHI TAMARO DIL PURVAK ABHAR MANU SU ANE BHAGVAN TAMNE SADAY KHUSH RAKHE TEVI PRATHANA KARU SU THAKS ભરત એલ. ચૌહાણ

  જવાબ આપોકાઢી નાખો
 10. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો